Jignesh Modi: Wel-Come in World of Information

if any changes need dan plz say me throght comments...

Wednesday, May 27, 2009

સ્માર્ટ ગૂગલ પાસેથી સવાયું કામ લો

આજે થોડી પાયાની વાત કરીએ. ઇન્ટરનેટનો ઉપયોગ કરતા મોટા ભાગના લોકો કંઈ પણ સર્ચ કરવા માટે ગૂગલ પર જઈને કે ગૂગલના ટૂલબારમાંથી જ `ગૂગલિંગ' કરી લે છે. ગૂગલ દિવસે દિવસે વધુ ને વધુ સ્માર્ટ થતું જાય છે ત્યારે તમે પોતે પણ સ્માર્ટ બનીને ગૂગલ પાસેથી કામ લો તો? આપણામાંથી મોટા ભાગના લોકો ગૂગલમાં સર્ચ કરવા માટે સર્ચબોક્સમાં બે-ચાર શબ્દો લખીને સર્ચ કરી લે છે, પણ નીચે જણાવેલી કેટલીક ટીપ્સથી તમારું સર્ચિંગ વધુ પાવરફૂલ થઈ શકે છે...

પણ એ પહેલાં, થોડું જાણીએ સર્ચિંગ વિશે.

સાયબરસફરનું પહેલું પગથિયું સર્ચ એન્જિનની વિન્ડો છે. ઇન્ટરનેટ પર મોટા ભાગે કોઈને તેઓ જે પેજ પર પહોંચવા માગતા હોય છે એનું પાક્કું સરનામું ખબર હોતું નથી. ખબર રાખવાની જરૂર પણ નથી, કેમ કે એ કામ કોઇ પણ સારું સર્ચ એન્જિન આંખના પલકારામાં કરી આપે છે. ગૂગલના સર્ચ બોક્સમાં મહાત્મા ગાંધી લખીને એન્ટરની કી દબાવો, એટલી વારમાં તો, ચોક્કસપણે કહીએ તો ૦.૦૩ સેકન્ડમાં ગૂગલ તમને કહી આપે છે કે ઇન્ટરનેટ પર મહાત્મા ગાંધીનો કંઇક સંદર્ભ ધરાવતાં ૩૫,૮૦,૦૦૦ પેજ છે!

ગૂગલ પહેલાં પણ સર્ચ એન્જિનો તો ઢગલાબંધ હતાં, પણ અત્યારે ગૂગલની જ બોલબાલા છે. કેમ? કેમ કે ગૂગલા કા અંદાઝે બયાં હૈ કુછ ઓર...! ગૂગલમાં એવી અફલાતૂન અલ્ગોરીધમ (શબ્દમાં અટવાશો નહીં, આગળ વધો...) વાપરવામાં આવી છે કે ગૂગલ લગભગ ખરા અર્થમાં જાણી જાય છે કે તમે શું શોધવા ઇચ્છો છો. ક્યારેક કોઈ એક જ વાતની સર્ચ ગૂગલ ઉપરાંત અન્ય સર્ચ એન્જિનમાં કરી જોજો, તમે જે જાણવા માગતા હશો તેની સૌથી નજીક ગૂગલનું લિસ્ટિંગ હશે!

આવા આ ગૂગલનું નામ પડ્યું છે ગુગોલ શબ્દ પરથી. લાખ, કરોડ, અબજ અને ખર્વનો જાતભાઇ છે આ ગુગોલ, પણ ઘણો દૂરનો, કેમ કે કરોડમાં એકડા પાછળ સાત મીંડાં હોય છે અને ગુગોલમાં ૧ પાછળ ૧૦૦ મીંડાં હોય છે. નિષ્ણાતો કહે છે કે એટલા તો આ વિશ્વમાં તારા પણ નથી. ગૂગલના સ્થાપક લેરી પૅજ અને સર્ગેઇન બ્રાઇન (ઉચ્ચારમાં ભૂલચૂક લેવીદેવી!)ને આ નામ ગમી ગયું કેમ કે ગૂગલનું ધ્યેય છે વિશ્વભરની તમામ, અગાધ ઇન્ફર્મેશનને ઓર્ગેનાઇઝ કરીને તેને વિશ્વભરમાં એક્સેસીબલ અને યુઝફૂલ બનાવવી!

ગૂગલની સર્વિસ અત્યારે ૧૧૫ ભાષાઓમાં ઉપલબ્ધ છે. દર સેકન્ડે દુનિયાભરમાં અસંખ્ય લોકો ગૂગલના સર્ચબોક્સમાં કશું ને કશું લખીને સર્ચ કરે છે (હવે તો એને માટે ‘ગૂગલિંગ' શબ્દ જ કોઇન થઈ ગયો છે). છતાં ગૂગલને ફક્ત સર્ચ એન્જિન કહેવું એ માત્ર ગુજરાતમાં રહેતા લોકોને જ ગુજરાતી તરીકે ઓળખવા જેવું છે. સર્ચિંગ ગૂગલનો બેઝ ખરો, પણ એનું ફલક સર્ચિંગથી ઘણું વધુ ફેલાયેલું છે અને ફેલાઈ રહ્યું છે, પણ એની વાતો બીજા લેખોમાં મળશે. અહીં તો જાણી લો ગૂગલના સર્ચ બોક્સની કેટલીક જાણી-અજાણી ટીપ્સ...


ગૂગલનું સર્ચબોક્સ કૅલ્ક્યુલેટર પણ છે... કૅલ્સી હાથવગું ન હોય તો સીધું સર્ચબોક્સમાં જ આંકડા અને નિશાનીઓ લખીને સરવાળા-ભાગાકાર જે કરવું હોય તે કરી લો.
આ જ બોક્સ સાયન્ટીફિક કૅલ્સી તરીકે પણ કામ લાગે. રૂપિયાને ડોલરમાં અને કિલોગ્રામને પાઉન્ડમાં ફેરવી શકો છો ગૂગલ પર.
ગૂગલના સર્ચબોક્સમાં ક્રિકેટ સ્કોર લખશો એટલે ગૂગલ ફટ દઇને એ સમયે ચાલતી ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચનો તાજો સ્કોર તમને જણાવી દેશે, એના લિસ્ટિંગમાં સૌથી ટોચ પર જ!
ગૂગલ સામાન્ય રીતે તમે સર્ચ બોક્સમાં લખેલા બધા જ શબ્દો ધરાવતાં પેજીસ શોધી આપે છે. જો તમે બધામાંથી કોઈ પણ શબ્દ ધરાવતાં પેજ મેળવવા માગતા હો તો તમારા શબ્દો વચ્ચે or લખો.
જ્યારે જો કોઈ વાક્યપ્રયોગ વિશે સર્ચ કરતા હો ત્યારે એને ઇન્વર્ટેડ કોમામાં મૂકીને સર્ચ કરશો બરાબર એ જ વાક્ય ધરાવતાં પેજ મળશે.
તમે જે શબ્દ વિશે સર્ચ કરતા હો એના એક કરતાં વધુ અર્થ થતા હોય તો જે અર્થ વિશે તમે જાણવા નથી માગતા, એની આગળ માઇનસની નિશાની મૂકીને સર્ચ કરો. જેમ કે, વાઇરસ - મેડિકલ લખીને સર્ચ કરશો તો માત્ર કમ્પ્યૂટરને લગતા વાઇરસ વિશેનાં રીઝલ્ટ મળશે.
તમે કોઈ શબ્દની સાથે એના જેવો અર્થ ધરાવતા બીજા શબ્દો વિશે પણ સર્ચ કરવા માગો, તો તમારા શબ્દની આગળ ~ આ નિશાની મૂકી દો (કી-બોર્ડ પર જરા મથશો ત્યારે આ નિશાની મળશે! એસ્કેપની નીચે હશે).
ગૂગલની પહેલી જ વિન્ડોમાં આંધળૂંકિયાં કરવાને બદલે, ગૂગલની સ્પેશિયલાઇઝ્ડ સર્ચનો ઉપયોગ કરી શકાય. જેમ કે, બ્લોગ, બૂક, સ્કોલર, કેટેલોગ્સ, કોડ, ડિરેક્ટરી, ફાઇનાન્સ, ઇમેજીસ, ન્યૂઝ, પ્રોડક્ટ... વગેરે ગૂગલની સ્પેશિયલ સર્વિસનો લાભ લેશો તો તમને જોઈતા રિઝલ્ટની વધુ નજીક પહોંચશો.
સર્ચના શબ્દની આગળ મૂવી: કે મ્યુઝિક: મૂકવાથી જે તે બાબત વિશે જ ગૂગલ સર્ચ કરશે. અગાઉ સાયબરસફરના એક વાચકમિત્રે જણાવ્યા અનુસાર, અંગ્રેજીમાં મૂવી: અમદાવાદ લખીને સર્ચ કરશો તો જુદાં જુદાં થિયેટરમાં ચાલતી ફિલ્મના શો અને સમયની યાદી મળશે!
એ જ રીતે, કોઈ શબ્દની આગળ ડિફાઇન: મૂકવાથી ઇન્ટરનેટ પરની ડિક્સનરીઝમાંથી એ શબ્દના અર્થ તારવીને ગૂગલ તમારી સમક્ષ મૂકશે.
તમે કોઈ ચોક્કસ પ્રકારની ફાઈલ શોધતા હો તો, શબ્દની સાથે ફાઇલટાઇપ: લખી દો. જેમ કે ગુજરાત ફાઇલટાઇપ: પીપીટી લખીને સર્ચ કરવાથી ગુજરાત વિશેનાં પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન્સ મળશે.
અને છેલ્લે એક વધુ મજાની વાત, ગુજરાતીમાં ટાઇપ કરતાં આવડતું ન હોય તો પણ તમે ગૂગલમાં ગુજરાતી શબ્દો સર્ચ કરી શકો છો. જેમ કે, ગૂગલ ઇન્ડિયા પર ગુજરાતી ભાષા પસંદ કર્યા પછી, અંગ્રેજીમાં zaver લખશો ત્યાં નીચે એક
બોક્સ ખૂલી જશે અને એમાં ઝવેરચંદ મેઘાણી સહિતના `ઝવેર'થી શરુ થતા શબ્દો, નામ કે વાક્યો ખૂલી જશે!

[Source: http://cybersafar.com/]


Thank To હિમાંશુ કીકાણી Sir....

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home